તે કેવી રીતે કામ કરે છે?
હાઇડ્રોજન ટ્રેનો હાઇડ્રોજન બળતણ ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં ટ્રેનમાં સંગ્રહિત હાઇડ્રોજનને હવામાંથી ઓક્સિજન સાથે ફ્યુઅલ સેલમાં જોડવામાં આવે છે. આ પ્રતિક્રિયા થી વીજળી ઉત્પન્ન થાય છે, જે ટ્રેનના એન્જિન ને શક્તિ આપે છે. તેના દહન થી ઉત્પન્ન થતી વસ્તુઓમાં માત્ર પાણી,વરાળ અને ગરમી છે.
ફાયદા
પર્યાવરણ પર તેની શું અસર થાય? : હાઇડ્રોજન ટ્રેનો ઉત્સર્જન ઉત્પન્ન કરે છે, જે ડીઝલ ટ્રેઈનો ના વીકલ્પ માં બહુ સારું છે. તે વાતાવરણ માં હાનિકારક ગેસ નું પ્રમાણ ઘટાડે છે.
ઓછો ઘોંઘાટ: Hydrogen train ડીઝલ ટ્રેનોના પ્રમાણમાં ઘણી શાંત હોય છે તેથી ધ્વનિ પ્રદૂષણ ઘટે છે.
Flexiblity : તેને ચાલવા માટે વિદ્યુત પ્રવાહ ની જરૂર નથી તેથી તે કોઈ પણ દુર્ગમ વિસ્તાર માં ચલાવી સકાય છે જ્યાં વિદ્યુત લાઈનો વાળા પાટા ના હોય.
ઊર્જા કાર્યક્ષમતા: હાઇડ્રોજન એ પોતાના સેલ્સ ને ઝડપથી વીજળી માં રૂપાંતરિત કરી શકે છે, જે ટ્રેન ની ઉર્જા ઉત્પન્ન કરવામાં વધારો કરે છે.
વૈશ્વિક ઉપયોગ :
2018 માં દુનિયામાં પ્રથમ વખત જર્મનીમાં હાઇડ્રોજન ટ્રેન ચલાવવામાં આવી હતી, જે સફળ પ્રયાસ હતો.
યુકે અને ફ્રાન્સ: બન્ને દેશો હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો રજૂ કરવાની યોજના ધરાવે છે.
જાપાન: 2006 માં પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન વિકસાવી અને આ ક્ષેત્રમાં નવીનતા ચાલુ રાખી.
માર્ચ 2025 માં ભારતમાં હાઇડ્રોજન પાવર ટ્રેન ચાલુ કરવામાં આવશે.
પડકારો
હાઇડ્રોજન ઉત્પાદન: હાઇડ્રોજનને પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પન્ન કરવું હજી પણ પડકાર છે. મોટાભાગનું હાઇડ્રોજન હાલમાં કુદરતી ગેસમાંથી ઉત્પન્ન થાય છે, જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરે છે.
સંગ્રહ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હાઇડ્રોજનને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવું અને જરૂરી રિફ્યુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું મહત્વપૂર્ણ અવરોધો છે.
હાઇડ્રોજન ટ્રેનો ગ્રીનર અને વધુ ટકાઉ રેલ પરિવહન તરફ એક આશાસ્પદ પગલું દર્શાવે છે. તેઓ ડીઝલ ટ્રેનો માટે એક વ્યાવહારિક વિકલ્પ પ્રદાન કરે છે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં વિદ્યુતીકરણ શક્ય નથી. ?
Comments
Post a Comment