adsense head

90% ડેમેજ થયા બાદ પણ લિવર ઓટોમેટિક રિપેર થાય:

 આપણું સૌથી વફાદાર અંગ લિવર છે, પણ શું તમે એને વફાદાર છો?, આ રીતે રાખો હેલ્ધી

https://redcliffelabs.com/myhealth/health/what-is-fatty-liver-and-how-to-diagnose-it/
https://redcliffelabs.com/myhealth/health/what-is-fatty-liver
-and-how-to-diagnose-it/


લખતેજિગર. તમે આ શબ્દ સાંભળ્યો જ હશે. જો તમે કોઈ માટે તમારો અગાધ પ્રેમ વ્યક્ત કરવા માગતા હોવ તો કહો કે તે મારા દિલનો ટુકડો છે. આ શબ્દ બોલિવૂડનાં ગીતોમાં વારંવાર સાંભળવા મળે છે. અજય દેવગન અને કરિશ્મા કપૂરની ફિલ્મ છે - જિગર.


જ્યારે તમે હિન્દી ગીતોમાં 'જિગર' શબ્દ સાંભળો છો ત્યારે તમને લાગે છે કે ગીતકાર શરીરના કયા ભાગનો ઉલ્લેખ કરી રહ્યો છે? તમારી આસપાસના લોકોને પૂછવાનો પ્રયાસ કરો. મોટા ભાગના જવાબો હશે - હૃદય.


ના, ખોટો જવાબ. જિગર હૃદય નથી, પણ લિવર છે. લિવર એ આપણા શરીરનો એક એવો ભાગ છે, જે સૌથી કીમતી, સૌથી વફાદાર, સૌથી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જેના વિશે આપણે ઓછામાં ઓછું જાણીએ છીએ અને એની ઓછી કાળજી પણ લઈએ છીએ.


આપણે પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, આલ્કોહોલ જેવી વસ્તુઓ ખાતા-પીતા હોઈએ છીએ અને આપણું લિવર એને સહન કરી રહ્યું છે. આ બધું લિવર માટે યાતનાથી ઓછું નથી. તેમ છતાં એ આપણું ભલું વારંવાર ઈચ્છે છે એ એની ભલાઈ છે.


લિવર આપણા શરીરમાં 500થી વધુ નાનાં-મોટાં કાર્યો કરે છે અને એ પણ દિવસમાં ઘણી વખત. આપણા શરીરમાં આ એકમાત્ર અંગ છે, જે એની ખોટની ભરપાઈ કરી શકે છે, પોતાની જાતને રિકવર કરી શકે છે અને જે ક્યારેય વૃદ્ધ થતું નથી. 80 વર્ષના શરીરમાં પણ 10 વર્ષનું જુવાન લિવર હોઈ શકે છે, જો તેની જીવનભર કાળજી લેવામાં આવે.


લિવર એક ખૂબ જ શક્તિશાળી અંગ છે, પરંતુ એની શક્તિની એક મર્યાદા છે. હવે એ આપણા પર છે કે આપણે એને આખાં અનાજ, ફળો, શાકભાજી ખાઈને મદદ કરીએ કે તૈલી વસ્તુઓ ખાઈને, દારૂ પીને એને નુકસાન કરીએ.

આપણા શરીરમાં લિવરનું કાર્ય શું છે?

વ્યક્તિ ક્યારે અને શા માટે બીમાર પડે છે?

આપણે એને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ?


લિવર આપણા શરીરનું પાવરહાઉસ છે. ખોરાકને પચાવવાનું અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સને શોષીને શરીરને આપવાનું કામ લિવરનું છે. જ્યારે કોઈ ઝેરી પદાર્થ શરીરમાં પહોંચે છે, ત્યારે એ લિવર દ્વારા ડિટોક્સિફાય થાય છે. એમ છતાં આપણે એની કોઈ કાળજી લેતા નથી.


500થી વધુ બોડી ફંક્શન લિવર સાથે જોડાયેલાં છે

હેલ્થ જર્નલ જોન હોપકિન્સ મેડિસિન અનુસાર, લિવર આપણા શરીરમાં મોટા ભાગનાં કેમિકલના લેવલને કંટ્રોલ કરે છે. એ પિત્ત ઉત્પન્ન કરે છે, જે ચરબીનું પાચન કરે છે અને કચરો બહાર કાઢે છે. પેટ અને આંતરડાંમાંથી પસાર થતું તમામ લોહી લિવરમાંથી પસાર થાય છે. લિવર આ લોહીને ફિલ્ટર કરે છે અને એને સંતુલિત બનાવે છે. એ ખોરાકમાંથી પોષકતત્ત્વોને શોષી લે છે. એ શરીરને ઉપયોગી એવાં પોષકતત્ત્વોને શરીરના જરૂરી ભાગોમાં મોકલે છે. બાકીનાં પોષકતત્ત્વોનો સંગ્રહ કરે છે. આવાં 500 નાનાં-મોટાં કામોની જવાબદારી એકલા લિવર પર જ છે.



લિવરનું સ્વાસ્થ્ય કેમ બગડે છે?

આપણે લિવરને બચાવવા માટે બહુ ઓછું કરીએ છીએ. આપણી રોજિંદી દિનચર્યા અને ખાવાની આદતો ઘણીવાર એને નુકસાન પહોંચાડતી હોય છે.

દારૂ તમારો સૌથી મોટો દુશ્મન છે

ભલે તમે આલ્કોહોલનો ઉપયોગ મનોરંજન માટે કરો કે દુ:ખને દૂર કરવા, બંને સ્થિતિમાં એ લિવરને નુકસાન પહોંચાડે છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, જ્યારે પણ લિવર આલ્કોહોલને ફિલ્ટર કરે છે ત્યારે એના કેટલાક કોષો મૃત્યુ પામે છે, પરંતુ લિવર એને રિકવર કરે છે, પરંતુ જો આલ્કોહોલનું વારંવાર સેવન કરવામાં આવે તો લિવરની રિકવર થવાની ક્ષમતા ઘટી જાય છે અને એ મૃત્યુ પામે છે.


સ્થૂળતા પણ નુકસાનકારક

સ્થૂળતા સૌથી ખતરનાક રોગો માટે એક મોટો ખતરો છે. લિવરને પણ વધુપડતી ચરબી પસંદ નથી. જો જમા થયેલી ચરબીનું પ્રમાણ લિવરના વજનના 5% કરતાં વધી જાય તો એ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, વધુપડતી ચરબી લિવરમાં બળતરા પેદા કરે છે, જે તેને બીમાર બનાવે છે.


શુગર અને બીપી પણ જવાબદાર

સ્વાદુપિંડ પછી જો શુગર શરીરના કોઈપણ અંગને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે, તો એ લિવર છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ડાયાબિટીસના દર્દીઓએ તેમના લિવરની વધુ કાળજી લેવી જોઈએ. તેમણે દર છ મહિને એલએફટી ટેસ્ટ કરાવવો જોઈએ. હાઇપરટેન્શનની પણ લિવર પર ખરાબ અસર પડે છે.


ખાવાની ખરાબ આદતો પણ એક મોટું કારણ

ખાવા-પીવાની ખરાબ આદતો ધીમે-ધીમે દરરોજ લિવરને નુકસાન કરે છે. મેયો ક્લિનિક અનુસાર, આવા કેસ સતત વધી રહ્યા છે, જે લોકોએ ક્યારેય દારૂ પીધો નથી, તેઓ હજુ પણ લિવર સિરોસિસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ માટે આપણા રોજિંદા આહારમાં પિત્ઝા, બર્ગર અને પેકેજ્ડ ફૂડ્સ જેવા અત્યંત પ્રોસેસ્ડ અને ટ્રાન્સ ચરબીથી ભરેલા ખોરાક જવાબદાર છે. લિવર સિરોસિસ એક એવી સ્થિતિ છે, જેમાં લિવર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને એ પોતાને રિકવર કરી શકતું નથી. આ પછી એકમાત્ર ઉપાય બાકી રહે છે, એ લિવર ટ્રાન્સપ્લાન્ટ છે.


પેઈનકિલર દવાઓ પણ ઓછી ખતરનાક નથી

દર્દની દવાઓ આપણા શરીર માટે સૌથી મોટી પીડા છે. હકીકતમાં તેઓ લિવરથી કિડની સુધી શરીરનાં તમામ મહત્ત્વનાં અંગોને નુકસાન પહોંચાડે છે. દર્દથી તાત્કાલિક રાહત મેળવવા માટે પેઈનકિલર ન લો, એ તમારા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ પેઇનકિલર ન લો.


લિવર છેલ્લા શ્વાસ સુધી લડે છે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, લિવરમાં પોતાની જાતને ફરીથી ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા છે. 90% સુધી નુકસાન થયા પછી પણ એ એના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે છે. એના વિશે આશ્ચર્યજનક બાબત એ છે કે જો એ ઇચ્છિત પરિસ્થિતિઓ મેળવે છે તો એ પોતાને રિકવર કરવામાં માત્ર 3થી 4 અઠવાડિયાં લે છે.


લિવરને હેલ્ધી કેવી રીતે રાખવું


બને એટલું ફાઈબર ખાઓ: મોસમી ફળો અને શાકભાજી, જેવાં કે સંતરા, જામફળ, ગાજર, પાલક, લીલોતરી વધુ ખાઓ. આખા અનાજમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.


ડિટોક્સિફિકેશન: લિવરનું મુખ્ય કાર્ય ડિટોક્સિફિકેશન છે. જો તમે એને આ કામમાં મદદ કરશો તો એને આરામ અને શક્તિ મળે છે. જો તમારી પાસે ઘણો સમય નથી, તો દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ સામાન્ય પાણી અથવા એમાં લીંબુ ઉમેરીને નવશેકું પાણી પીવું એ પૂરતું છે.


વ્યાયામ જરૂરી : નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિ મેટાબોલિઝ્મને વેગ આપે છે, જે લિવરનું કામ ઘટાડે છે. જો દરરોજ 30 મિનિટ કસરત કરવામાં આવે તો એ ચરબી જમા થવા દેતી નથી.


ખરાબ ખાવાની આદતોથી દૂર રહોઃ સારી જીવનશૈલી અપનાવવાની સાથે સાથે ખાવાની ખરાબ આદતોથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ફૂડ, સંગ્રહિત નોન-વેજ વસ્તુઓ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.


જો તમે તમારી જાતને આમાંથી કેટલીક સારી ટેવોનું વચન આપો છો, તો તમારું લિવર ને તમે સ્વસ્થ તથા સુખી જીવન જીવી શકો છો.

Source from divyabhaskar news

Comments

in text

in article

multiplex

Popular posts from this blog

समुद्र में कभी कभी दिखने वाली ये चोरस तरंगे।

ये है इंडियन आर्मी की पोस्ट ओर उनकी सेलरी / Know About Indian Army Rank.