adsense head

જાણો વાંચન થી તમે સુ મેળવી શકો છો.

"પુસ્તકો એ આપણા શાંત અને કાયમી મિત્ર છે."





> વાંચન તણાવ ને ઘટાડે છે : 


જયારે અપને વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે માનસિક રીતે પુરેપુરા તેમાં ઇન્વોલ્વ હોઈએ છીએ, અને એકદમ રિલેક્સ ફીલ કરીએ છીએ. મોટા  ભાગના લોકો વાંચન બેસીને કરતા હોય છે. આપણા શરીર માં કોઈ મહત્વ નું હલન ચલન થતું નથી , અને સંપૂર્ણ પણે આરામ ની સ્થિતિ માં હોઈએ છીએ. આપનો શ્વાસ શાંત ચાલતો હોય છે અને અપને શાંતિ અનુભવીએ છીએ. વાંચનાર ની કલ્પના પુસ્તક ના શબ્દો અને પરિસ્થિતિ અનુરૂપ થતી હોય છે. વાંચતી વખતે મગજ માં બીજા કોઈ વિચારો આવતા નથી કે કોઈ ચિંતાઓ મગજ માં ચાલતી હોતી નથી. 




> વાંચન થી આપણું શબ્દભંડોળ વધે છે :

એક સર્વે મુજબ જે લોકો વાંચતા હોય છે તેમનું શબ્દભંડોળ ખૂબજ ઉચ્ચસ્તર નું હોય છે. જેના લીધે તે વ્યક્તિ નો બીજી વ્યક્તિ જોડેનો વાર્તાલાપ ખુબજ સારા શબ્દો અને હાવભાવ થી થતો હોય છે, અને જે વાત કહેવી હોય છે જે સમજાવવું હોય છે તે સરળતા થી સમજાવી શકે છે.
સામાન્ય રીતે જેટલું વધારે વાંચન તેટલુંજ વધારે શબ્દભંડો.



> વાંચન કલ્પનાઓ ઉત્પન્ન કરે છે :

હંમેશા તેજ વ્યક્તિ માર્યાદિત હોય છે જેની કલ્પનાઓ માર્યાદિત હોય છે.
જયારે આપણે અજાણ્યા સ્થળ વિશે વાંચીએ છીએ ત્યારે આપણું મન તેના વિષે કલ્પનાચિતો બનાવે છે. આ રીતે વાંચન આપણી કલ્પનાશક્તિ અને ક્રેએટિવિટી ને મજબૂત બનાવે છે.



> વાંચન નવા વિચારો ને પ્રકાશ આપે છે :

વાંચન આપણને નવું વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘણી વખત આપણે એવા સપનાઓ જોઈએ છીએ જેવું આપણે વાંચીએ છીએ.
વાંચન આપણને યથાર્થદર્શન કરાવે છે. જે આપણે વાંચન વગર નથી કરી સકતા. વાંચન થી નવા આઈડિયા અને પ્રેરણા મળે છે. 
જેવું આપણે વાંચીએ છીએ તેવી રીતે આપણી જાત ને અલગ અલગ રીતે અજમાવીએ છીએ.


> વાંચન ધ્યાન અને એકાગ્રતા વધારે છે :
વાંચન કરતી વખતે જે રીતનો પુસ્તક નો વિષય હોય તે મુજબ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ એવી પ્રવૃત્તિ છે જેમાં ઇન્વોલ્વ થાય પછી બીજી પ્રવૃત્તિ પસંદ નથી આવતી. વાંચતી વખતે આપણા મગજ માં બીજા કોઈ વિચારો કે દ્રશ્યો ચાલતા નથી.



> વાંચન તમારી મેમરી (યાદશક્તિ) વધારે છે :

સામાન્ય રીતે આપણે વધારે સમય એ વિચારો માં આપીએ છીએ કે જે વિષે આપણે તાજેતર માં વાંચ્યું હોય. હમણાજ વાંચેલા વિષય ને ફરીથી વિચારવા અથવા તેને પ્રતિબિંબિત કરવા, કે તે ક્ષણ ને રોકીને ક્ષણભરી લેવાની તક આપે છે. આ વસ્તુ જયારે આપણે કોઈ ફિલ્મ અથવા રેડીઓ સાંભળતા હોઈએ ત્યારે શક્ય હોતી નથી.



> વાંચન આપણી ભાષાકૌશલ્ય ને સુધારે છે :
શરૂઆત માં જયારે આપણે કોઈ બીજી ભાષા માં વાંચન કરીએ ત્યારે થોડું પડકારરૂપ લાગે છે, પણ તે આપણા શબ્દભંડોળ ને વધારે સારું બનાવે છે. જુદી ભાષા ના વાંચન માટે અમુક વાર આપણે ટ્રાન્સલેટ (ભાષાંતર) પણ કરવું પડે છે. અમુક વાર આપણે કોઈ શબ્દ ને ડિક્શનરી માં પણ જોવો પડતો હોય છે, પણ ક્યારેક કોઈ શબ્દ ની સમજૂતી આપણને વાંચન માંથીજ મળી જતી હોય છે. વિધેશી ભાષા ના જ્ઞાન માટે છોકરાઓની અલગ અલગ ભાષાની પુસ્તકો નો પણ ઉપયોગ કરી શકાય.



> વાંચન આપણને નવું જ્ઞાન આપે છે :
એ વાત સત્ય છે કે જે આપણે અનુભવીએ છીએ તે વાંચન ના લીધે કોઈને સમજાવી શકીએ છીએ. આ પૃથ્વી પાર મનુષ્ય એક માત્ર એવો જીવ છે, કે જે  જાણકારી અને જ્ઞાન ને પ્રસારિત કરી શકે છે. ભાષા પૃથ્વી પર મનુષ્યને બીજા બધા જીવો થી અલગ પડે છે.



> વાંચન તમને સ્માર્ટ બનાવે છે :
પુસ્તકો આ સાચો ખજાનો છે, જેમાંથી જ્ઞાન રૂપી ધન મળ્યાજ કરે છે. વાંચન દ્વારા પોતાની જાત ને વધારે બુદ્ધિશાળી બનાવી શકાય છે. વાંચન ના લીધે તમે સારી રીતે વાતચીત કરી શકો છો. અલગ અલગ વિષયો પરની જાણકારી માં વધારો થાય છે.

Exercise your Mind with Reading

Anything can Happen when you Reading

વાંચતા રહો જાણતા રહો 











Comments

in text

in article

multiplex

Popular posts from this blog

Unknown Fact / अंजाना सत्य / અજાણ્યું સત્ય Part-1

"Angrezi Mein Kehte Hain"Full Movie Download

समुद्र में कभी कभी दिखने वाली ये चोरस तरंगे।