Manipulator ની કુશળતા (its a interesting post)
મેનીપ્યુલેશન એક કળા છે, તેના થી તમે કોઈના નિર્ણય અને ક્રિયા ને પ્રભાવિત કરી શકો છો.
મેનીપ્યુલેશન નો ઉપયોગ તમે કોઈને સમજાવવા માટૅ કરી શકો છો. બધા લોકો એવું વિચારતા હોય છે કે
મેનીપ્યુલેશન એટલે બ્લેક મેજિક (કાળું જાદુ ), પરંતુ એવું નથી તે એક કુશળતા વાળી તકનીક છે. જે કળા આપણે સેલ્સમેન થી માંડી ને કોઈ મોટી કંપની ના C.E.O માં જોવા મળે છે. દરેક વ્યક્તિ આ તકનીક નો ઉપયોગ કરી શકે છે. તેનાથી નિર્ણય અને ક્રિયાઓને પ્રભાવિત કરી ઉત્પાદન માં વધારો કરી શકે છે. દરેક વ્યક્તિ માં મેનીપ્યુલેશન ની કુશળતા હોય છે. પરંતુ અમુકજ વ્યકિ તેનો ઉપયોગ કરવામાં કુશળ હોય છે. પરંતુ આ પણ યાદ રાખવું જરૂરી છે, આ કુશળતા નો ઉપયોગ ખરાબ રીતે નઈ પણ સારી રીતે થવો જોઈએ. આજનું આપણું જીવન બંને પ્રકાર ના મેનીપ્યુલેશન સારા અને ખરાબ થી ઘેરાયેલી છે. મોટી મોટી કંપનીઓ એડ એજેંસી અને મીડિયા દ્વારા મેનીપ્યુલેશન નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ આપણે કોઈના દ્વારા તો મેનિપ્યુલેટ થતા જ હોઈએ છીએ. જેમકે આપણા સહકર્મી દ્વારા, આપણા crush/attrection દ્વારા, કોઈ કંપની દ્વારા અથવા તો કોઈ સેલ્સમેન દ્વારા. દા.ત : તમે કોઈ એક વસ્તુ લેવા માટે શોપિંગ મોલ માં જાવ છો, પણ જયારે શોપિંગ મોલ ની બહાર આવો છો ત્યારે તમે એક વસ્તુ ની જગ્યા આ ઘણી બધી વસ્તુઓ ની ખરીદી કરીને આવો છો. આ ફક્ત મેનીપ્યુલેશન ના લીધે જ થાય છે.
1) હંમેશા "હા" ના કહો :
સૌથી મોટો પ્રોબ્લેમ આપડા બધાનો એજ છે કે આપણે કોઈને "ના" કહેવામાં નિષ્ફળ રહીએ છીએ.
કોઈ વ્યક્તિ ને "ના" કેહતી વખતે આપણે સરમ નો અનુભવ કરીએ છીએ. જ્યાં અગત્ય ની બાબત હોય અથવા તો જરૂરી હોય ત્યાં "હા" કહેવી યોગ્ય છે. પરંતુ હંમેશા તમારા અભિપ્રાયો અને નિર્ણયો ની અવગણના કરીને "હા" કહેવી યોગ્ય નથી. ઘણા ડેટિંગ ગુરુઓ કે નિષ્ણાંતો કહે છે કે તમારા crush/attrection માટે હંમેશા ઉપલબ્ધ ના રહો.
2) અભિપ્રાય ઘણો પ્રભાવ પડે છે:
તમે ધણી વાર માર્ક કર્યું હશે કે તમે તમારા પ્રિયજન ની વિનંતી ને નકારવામાં નિષ્ફળ રહો છો. તેમની વિનંતી ભલે ગમે તે પ્રકાર ની હોય, પણ તમે તેને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરો જ છો. કારણ કે પ્રેમ અને પસંદગી ને આપણા નિર્ણયો અને ક્રિયાઓ પર અસર કરવાની શક્તિ હોય છે. જો તમે મેનીપ્યુલેશન કરવા માંગતા હોવ તો તેમને તમારા જેવા બનાવો. તે માટેના ઘણા બધા રસ્તાઓ છે. જેમ કે ફિઝિકલ એટ્રેકશન દ્વારા, સારી સ્મેલ (સુગંધ) દ્વારા, વાસ્તવિક કોમ્પ્લીમેન્ટ આપવાથી, હંમેશા પ્રામાણિક રહેવાથી. કારણ કે પ્રામાણિકતા એ અન્ય લોકો નો તમારા પર ભરોસો વધારે છે.
3) હંમેશા પ્રતિબદ્ધ રહો:
તમારા જેવુંજ વિચારવા વાળા લોકો નો તમે વધુ સારી રીતે સહકાર મેળવી શકો છો. તમારે પ્રતિબદ્ધ અને સુસંગત રેહવું જોઈએ. કારણ કે લોકો તેના પર જ વધારે વિશ્વાસ કરે છે જે પોતાના શબ્દો પર અડગ રહે છે. જો તમે કોઈ ને વચન આપો અને પછી તમે તે વચન ભૂલી ગયા, તો આ વાત અન્ય લોકો ને તમારા પર વિશ્વાસ કરવાની મંજૂરી નહિ આપે. જયારે અન્ય લોકો તમારા પર વિશ્વાસ કરી સકતા નથી, તો તમે ક્યારેય પણ તેમના નિર્ણયો અને ક્રિયાઓ માં ફેરફાર કરી સકવાના નથી.
4) હંમેશા વિશ્વાસુ રહો :
મેનીપ્યુલેશન હંમેશા બે રીતે થાય છે. એક નેગેટિવ અને બીજી પોઝિટિવ. પોઝિટિવ રીતે કરેલું મેનિપ્યુલેટ તમને લાંબા સમય સુધી મદદ રૂપ બનશે. જયારે નેગેટિવ રીતે કરેલું મેનિપ્યુલેટ તમારું જીવન બદત્તર બનાવી દેશે. જો તમે કોઈ વ્યક્તિ ને બનાવટી વિશ્વાસ કરાવશો તો તે લાંબા સમય સુધી નહિ રહે. બનાવટી વિશ્વાસ થી સામે વળી વ્યક્તિ તમારા ખરાબ હેતુ ની ગમે ત્યારે જાણ થશેજ. જેનાથી તમે સફળ થઇ શકશો નહી. માટે જ કોઈને મેનિપ્યુલેટ કરવા માટે સારા અને વિશ્વાસપાત્ર રહો. કારણ કે લોકો ને વિશ્વાસ સરળતા થી આવતો નથી પણ સરળતા થી જતો રે છે ખરા. તમે જો કોઈ વ્યક્તિ ને સમજાવવા માંગો છો કે તેનો નિર્ણય બદલવા માંગો છો, તો તેને તમારા પર વિશ્વાસ હોવો ખુબજ જરૂરી છે. તમે કોઈનું ખોટું કે ખરાબ કરસો નહિ આ વિશ્વાસ જ તમને તમારા કાર્ય માં સફળ બનાવે છે. દા.ત: આપણા મહાત્મા ગાંધી જે આપણને મેનિપ્યુલેટ અને પ્રભાવિત કરતા હતા.કારણકે આપણને તેમના પાર વિશ્વાશ હતો, તે કોઈ પણ બાબત માં આપણા માટે કઈ ખરાબ ઇચ્છતા નહિ, અને હંમેશા આપણા ભલા માટે કામ કરત. માટે કોઈ વ્યક્તિ ને સમજાવવા વિશ્વાશ ખુબજ આવશ્યક બાબત છે. વ્યક્તિ તમારી વાત સાંભળે છે, તમારા અભપ્રાય સાંભળે છે. અને તમને સાંભળ્યા પછી નિર્ણય લે છે. આ બધું ફક્ત તમારા પરના વિશ્વાસ ના કારણે જ છે.
Comments
Post a Comment