આપણું સૌથી વફાદાર અંગ લિવર છે, પણ શું તમે એને વફાદાર છો?, આ રીતે રાખો હેલ્ધી https://redcliffelabs.com/myhealth/health/what-is-fatty-liver -and-how-to-diagnose-it/ લખતેજિગર. તમે આ શબ્દ સાંભળ્યો જ હશે. જો તમે કોઈ માટે તમારો અગાધ પ્રેમ વ્યક્ત કરવા માગતા હોવ તો કહો કે તે મારા દિલનો ટુકડો છે. આ શબ્દ બોલિવૂડનાં ગીતોમાં વારંવાર સાંભળવા મળે છે. અજય દેવગન અને કરિશ્મા કપૂરની ફિલ્મ છે - જિગર. જ્યારે તમે હિન્દી ગીતોમાં 'જિગર' શબ્દ સાંભળો છો ત્યારે તમને લાગે છે કે ગીતકાર શરીરના કયા ભાગનો ઉલ્લેખ કરી રહ્યો છે? તમારી આસપાસના લોકોને પૂછવાનો પ્રયાસ કરો. મોટા ભાગના જવાબો હશે - હૃદય. ના, ખોટો જવાબ. જિગર હૃદય નથી, પણ લિવર છે. લિવર એ આપણા શરીરનો એક એવો ભાગ છે, જે સૌથી કીમતી, સૌથી વફાદાર, સૌથી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ જેના વિશે આપણે ઓછામાં ઓછું જાણીએ છીએ અને એની ઓછી કાળજી પણ લઈએ છીએ. આપણે પિત્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સ, આલ્કોહોલ જેવી વસ્તુઓ ખાતા-પીતા હોઈએ છીએ અને આપણું લિવર એને સહન કરી રહ્યું છે. આ બધું લિવર માટે યાતનાથી ઓછું નથી. તેમ છતાં એ આપણું ભલું વારંવાર ઈચ્છે છે એ એની ભલાઈ છે. લિવર આપણા શરીરમા
Comments
Post a Comment